...

URVESHJD

Rank 8 58 points


October 24, 2016


કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે? મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે? અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે? સંજોગ ઝુકાવે છે સાહેબ નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?

October 24, 2016


✍ વીતી ગયેલા દિવસો હવે યાદ નથી કરવા..... બાકી રહેલા દિવસો હવે બરબાદ નથી કરવા શુ મળ્યુ અને શુ ગુમાવ્યું જીવનમાં.... જવાદો ને યાર હવે કોઇ હિસાબ નથી કરવા....

October 24, 2016


ભલે ને અટપટા સૌ દાખલા છે સંબંધો માં…. પણ અહમને બાદ કરો તો જવાબ સહેલા છે….

October 24, 2016


જે તમને ગમે છે એની સામે બને તો ઓછુ બોલો કારણકે જે તમારા મૌનને ના સમજી શકે એ તમારા શબ્દોને પણ ક્યારેય નહી સમજી શકે

October 24, 2016


ઘર નહોતું તો બધાંને આશરા ઓછાં પડ્યાં, ઘર મળ્યું તો માણસોને ખાટલા ઓછાં પડ્યાં, માંગે એવું આપવાનુ બંધ કર હે ઇશ્વર, આભ દઇશ તો કહેશે તારલા ઓછા પડ્યાં.

October 24, 2016


આજે પાછા એ યાદ આવી રહ્યા છે, રહી રહી ને મને સતાવી રહ્યા છે, કહેતા હતા એ મને હસતા રહેજો તમે, પણ પોતે જ એમની યાદ થી રડાવી રહ્યા છે.

October 24, 2016


આખી દુનિયા ફરીને માણસ ઘરે આવે એટલે એનો આખો થાક ઉતરી જાય સાહેબ... પરંતુ, જે માણસ ઘરમાં થાકે ને , એનો થાક આખી દુનિયામાં ક્યાંય ના ઉતરે લખી રાખજો...!!!

October 24, 2016


સત્ય ની ભૂખ બધા લોકો ને હોય છે,પરંતુ સત્ય પીરસવા માં આવે ત્યારે બહુ ઓછા લોકો ને તેનો સ્વાદ પસંદ આવે છે….

October 24, 2016


જમાવટ તો જીંદગીમાં હોવી જોઈએ…. બાકી બનાવટ તો આખી દુનિયા માં છે જ....

October 24, 2016


દિલ પૂછે છે મારું , અરે દોસ્ત તું ક્યાં જાય છે ? જરાક તો નજર નાખ સામે કબર દેખાય છે . ના વ્યવહાર સચવાય છે , ના તહેવાર સચવાય છે ; દિવાળી હોય કે હોળી બધુ ઓફિસ માં જ ઉજવાય છે . આ બધુ તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે ; લગ્નની મળે કંકોત્રી ત્યાં સીમંતમાં માંડ જવાય છે . દિલ પૂછે છે મારુ , અરે દોસ્ત તું ક્યાં જાય છે ? પાંચ આંકડા ના પગાર છે , પણ પોતાના માટે પાંચ મિનિટ પણ ક્યાં વપરાય છે . પત્નીનો ફૉન ૨ મિનીટ માં કાપીયે પણ કસ્ટમર નો કોલ ક્યાં કપાય છે . ફોનબુક ભરી છે મિત્રોથી પણ કોઈનાય ઘરે ક્યાં જવાય છે , હવે તો ઘરના પ્રસંગો પણ હાફ – ડેમાં ઉજવાય છે . દિલ પૂછે છે મારુ , અરે દોસ્ત તું ક્યાં જાય છે ? કોઈ ને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે ; થાકેલા છે બધા છતા , લોકો ચાલતા જ જાય છે . કોઈક ને સામે રૂપિયા તો કોઈક ને ડોલર દેખાય છે , તમેજ કહો મિત્રો શું આનેજ જિંદગી કહેવાય છે ? દિલ પૂછે છે મારુ , અરે દોસ્ત તું ક્યાં જાય છે ? બદલાતા આ પ્રવાહમા આપણા સંસ્કાર ધોવાય છે , આવનારી પેઢી પૂછશે સંસ્કૃતી કોને કહેવાય છે ? ઍક વાર તો દિલને સાંભળો , બાકી મનતો કાયમ મુંજાય છે . ચાલો જલ્દી નિર્ણય લૈયે.. મને હજુ સમય બાકી દેખાય છે . દિલ પૂછે છે મારુ , અરે દોસ્ત તું ક્યાં જાય છે ? જરાક તો નજર નાખ , સામે કબર દેખાય છે...

October 24, 2016


પહેલા ઉપર વાળો ચોપડો લઈને બેસતો એટલે ન્યાય બીજા જન્મે થતો હતો.... .... પણ હવે ઉપરવાળો લેપટોપ લઈ બેસે છે એટલે આ જન્મમાં જ હિસાબ થઈ જાય છે. -ધ્યાન_મા_રાખજો

October 24, 2016


વિશ્વાસની એક દોરી છે આ પ્રેમ, યુવાન હૈયાની આ મજબુરી છે આ પ્રેમ, ના માનો તો કાંઈ નથી પણ માનો તો, દ્વારકાધીશની પણ મજબુરી છે આ પ્રેમ.

October 24, 2016


કેમ દુઃખમાં જ યાદ આવે છે ? મિત્ર, તુ પણ કોઇ ખુદા તો નથી ? !

October 24, 2016


દિલ તૂટ્યું ને ટુકડા થયા, ટુકડા એ કરી ફરિયાદ, જમાના એ વગાડી તાલી, અને કહ્યું વાહ ગઝલ છે કાબિલ એ દાદ !!

October 24, 2016


કૈંક મજાનાં ગીતોમાં છું, ટહુકામાં છું, બીજા શબ્દોમાં કહું તો બસ જલસામાં છું. ક્યારેક ઇશ્વર ફોન કરી પૂછે 'ક્યાં પહોંચ્યા ? ' હું કહું છું કે 'આવું છું, બસ રસ્તામાં છું'...

October 24, 2016


પોતાના વખાણ કરી ખુશ થવાનુ શીખી લો દોસ્તો બાકી તમને બદનામ કરી મજા લેવા વાળા ઘણા છે..!!

October 24, 2016


ન કોઈ ના અભાવ માં જીવો ના કોઈના પ્રભાવ માં જીવો , તમારી જીંદગી છે તમે તમારા સ્વભાવ માં જીવો .

October 24, 2016


જો હું પારદર્શક તો, પ્રભુ સદાય મારો માર્ગદર્શક….!!

October 24, 2016


દોષ ન દો લોકોને, તમને નિરાશ કરવા બદલ. દોષ દો તમારી જાતને, વધારે પડતી અપેક્ષા રાખવા બદલ.

October 24, 2016


સામેવાળો સુખી હોય તો આમંત્રણ વગર જાવું નહીં અને દુ:ખી હોય તો નિમંત્રણ ની વાટ જોવી નહીં.