hdmavani


નઝરનો દોર ગયો ને ગઝલ ભુલાઈ ગઈ,
કશુંક રોકવા ગયો ને ગઝલ ભુલાઈ ગઈ,
સ્મરણમાં કંઈક કડીઓની સાથે રમતો'તો 
ઉઘાડી આંખ રહ્યો ને ગઝલ ભુલાઈ ગઈ.
આપ આવો એની તો કલ્પના કરવી જ રહી
કશોક રણકાર થયો ને ગઝલ ભુલાઈ ગઈ.
ન મારે કંઈ કામ હતું ને હતી નીરવતા સરસ
આ શેનો શોર થયો ને ગઝલ ભુલાઈ ગઈ.

 487views
0Like(s)   0Dislike(s)  
Share