hdmavani


એટલી અટકળ હું લગાવી શકું..,
સાદ પાડી તમને બોલાવી શકું........

વાદળોની સાથે દિલ વાતો કરે..,
વાયરાની વાત સમજાવી શકું.........

રોજ પંખીઓને દાણ ચણાવી શકું..,
સાંજના દીપકને પ્રગટાવી શકું.........

હું ઊડાવું ખુશ્બૂઓ, ઊર્મિસભર..,
કાશ તારા ઘરને મહેકાવી શકું.........

એક પગલું સાથમાં માંડી જુઓ..,
તો પ્રેમમાં તમને તરત પાડી શકું .......

રેતશીશીમાં વહે સરકતો સમય..,
પાછો જો મળે તો અપનાવી શકું.......

ના જડે સરનામું, તો હું શું કરૂં..???
મનના માંડવડેથી હું પાછો ફરૂં.....

 339views
0Like(s)   0Dislike(s)  
Share  

You may also like