hdmavani


આપણી હિંમત ને વાંધા હોય છે,
પ્રેમમાં હા હોય કે ના હોય છે.

ઘર બનાવો ત્યારે સપના હોય છે,
ત્યાં પછી રોજ એક ઘટનાં હોય છે.

માપપટ્ટી લઇને ફરતા હોય છે,
કદ એ લોકો નાં જ ટૂંકા હોય છે.

બે જ ક્ષણ મ્હેંકે મુલાકાતો અહીં, 
તોય યાદો ના ખજાના હોય છે.

કંઇ યુગોથી વ્રૃક્ષ ચાલે છે અહીં,
એની મંઝિલ ના ય નકશા હોય છે.

ચાલ, રસ્તા ને જ પૂછી જોઇએ,
શું હવાને પણ ઉઝરડા હોય છે?
 

 399views
0Like(s)   0Dislike(s)  
Share