જગત કરતાં જુદું બીજું જગત એક આપણું કરીએ ;
કે જ્યાં કરીએ નજરને ઘર , નયનને આંગણું કરીએ ;
ભલે એ સ્વપ્ન હો કિન્તુ બધાંને ઊંઘતા રાખી ,
ચણાઈ ગઈ છે જે દીવાલ એમાં બારણું કરીએ