hdmavani


નજરથી નજર મીલાવી ગયો ,
નજરથી દુનિયા ભુલાવી ગયો ,

થઈ ઊંચી જરા નજર મારી ,
કે નયને નજર મીલાવી ગયો ,

એની નજરે શું તે હતી કમાલ,
એક નજરે તે સતાવી ગયો ,

નજર ઢળી ગઈ એની નજરે,
નજરથી પ્રિતરાહ બતાવી ગયો ,

નજરના તીર મને તે વાગ્યા,
નજરથી મુજ હૈયે સમાવી ગયો ,

ના ચાહતાં ‘સહેલી’ અમે છતાં,
નજરથી એની બનાવી ગયો…

 400views
0Like(s)   0Dislike(s)  
Share  

You may also like