hdmavani


મિલાવું હાથ તો એમાં મિલાવટ હું નથી કરતો,
સંબંધો માં સમય વર્તી સજાવટ હું નથી કરતો,
નથી માંગી કદી માફી, સજા માંગી છે હંમેશા,
તકાજો ન્યાય નો હો તો પતાવટ હું નથી કરતો,
નથી હું માફ કરતો તે છતાં બુરુ હું નહીં ચાહું,...
ઉપેક્ષા થી વધારે દુશ્મનાવટ હું નથી કરતો,
હસે ત્યાંથી જ રસ્તો ટોચ પર પહોંચી જવાનો,
પણ ચરણ માં સ્થાન લેવાની બનાવટ હું નથી કરતો...

 405views
0Like(s)   0Dislike(s)  
Share  

You may also like