GAJAL


hdmavani


નજર થી જયારે નજર મળી છે 
પછી ધીમેથી પાંપણો ઢળી છે

બોલતું રહ્યું મૌન સદીઓ સુધી 
સ્મિતમાં ક્યાં શબ્દોની જરૂર પડી છે

થઇ જવા દો પ્રલય નથી ફિકર 
મિલનની અમૂલ્ય ઘડીઓ મળી છે

કોણ કહે છે સૌ લૂંટાય ગયા મુફતમાં 
ઊંઘ વેચી આંખો ઉજાગરો રળી છે

સ્ફુટતા સ્પંદનો કંઈક નવા હૃદયમાં 
કૈક ઝીણી ઝીણી સિતાર રણઝણી છે

થઇ ગયું છે અદભુત જીવતર 
'હોશ' પ્રણયની જેને તક સાંપડી છેdevani.umesh


એક છોકરો એન્જીનીઅર થઈ ગયો…

ગઈકાલે બલદેવની ચા પીતો છોકરો
હવે કોફી પીતો થઈ ગયો…

ગઈકાલનો જીન્સ – ટી શર્ટ પહેરતો છોકરો
આજે ફોર્મલ્સ પહેરતો થઈ ગયો…

ગઈકાલનો છોકરી પાછળ ભાગતો છોકરો
આજે કસ્ટમર પાછળ દોડતો થઈ ગયો…

રોજ કોલેજની કેન્ટીનમાં જલસાથી ખાતો છોકરો
પથેટિક(Pathetic) ટીફીન ખાતો થઈ ગયો…

ગઈકાલનો હોન્ડા પર ફરતો છોકરો
આજે ટ્રેનમાં અપડાઉન કરતો થઈ ગયો….

અને તો પણ લોકો કે છે કે-
“વાહ તમારો દીકરો તો એન્જીનીઅર થઈ ગયો…!”

– અનામી – UNKNOWN

સ્ત્રોત : ફોરવર્ડ મેલhdmavani


બસ એટલું કે….
બસ એટલું કે એના ઉપર મારો હક નથી,
એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી.

કેવું મૂગું દરદ છે આ પહેલા મિલાપનું !
ધડકી રહ્યું છે દિલ અને દિલ બેધડક નથી

માપી લીધી છે મેં આ ગગન વિશાળતા,
તારી છબી છું ચીતરું એવું ફલક નથી.

શોભી રહ્યો છું હું તો ફક્ત તારી પ્રીતથી,
મારા જીવનમાં કોઈ બીજી ઝડઝમક નથી.

એવી રીતે મેં આશ વફાની તજી દીધી,
જાણે મને તમારા ઉપર કોઈ શક નથી.

એના વદનને જોઈને, ઓ ચાંદ માનનાર !
મારા વદનને જો કે જરાયે ચમક નથી.

આરામથી રહો ભલે, પણ અગવડોની સાથ,
આ મારું મન છે, કાંઈ તમારું મથક નથી.

જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે,
જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી.

– બરકત વીરાણી ‘બેફામ ’hdmavani


પડોશીનુ ઊંચું મોડેલ જોઈ
જુઓને જીવ બાળતો થઈ ગયો
સાલું, થોડી રાહ જોઈ હોત તો!
એવું ઘરમાં યે કહેતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

આજે રીટા તો કાલે ગીતા એમ
મોડેલ બદલતો થઈ ગયો
મિસિસને છોડીને મિસને
એ કોલ કરતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

ઈનકમિંગ – આઉટ ગોઈંગ ફ્રીનાં ચક્કરમાં
કુટુંબનાં જ કવરેજ બહાર એ થઈ ગયો
હવે શું થાય બોલો
મોડેલ ફોર ટુ ઝીરો એ થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

હોય બરોડામાં અને છું સુરતમાં
એમ કહેતો એ થઈ ગયો
આજે હચ તો કાલે રિલાયન્સ એમ
ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

સામે કોણ છે એ જોઈને
સંબંધ રિસિવ કરતો થઈ ગયો
સ્વાર્થનાં ચશ્મા પહેરી મિત્રતાને પણ
સ્વીચ ઓફ કરતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

જરૂર જેટલી જ લાગણીઓ
રિચાર્જ કરતો થઈ ગયો
ખરે ટાણે જ ઝીરો બેલેન્સ
દેખાડતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઇલ થઈ ગયોhdmavani


ज़माने के सामने,
चेहरे पर मुस्कान रख ...
बेशकीमती हैं आँसू तेरे,
इनके लिए जगह सुनसान रख ...

तेरे गम तेरी दौलत हैं,
कोई देख न पाए कभी भी ...
दोस्तों में बिंदास रह,
मस्तमौला आदमी की पहचान रख ...

कोई न देखे और आँसू बहें,
तो गंगाजल से अमृत हो जाते हैं ...
खूब रो पर रुदन से,
इस दुनियाँ को अन्जान रख ...

राम की रहमत से,
मिलती हैं समस्याएँ और मुश्किलें ...
अपने दुःख के लिए,
तू अपने दिल में सम्मान रख ...

रोते वक्त अगर,
कोई साथ चाहिए ही तुझे अगर 
मन से रो ले खुल के,
और अन्तःकरण में भगवान रख...hdmavani


તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે,
જીવનની ઠેસની હજુ કળ વળી નથીhdmavani


જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે…
પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે…
ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે…
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે…
‘આ દિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે…hdmavani


આનંદ છે ...(title)

તું આગળ ને આગળ આવે છે એનો મને આનંદ છે 
સફળતા તરફી કદમો માંડે છે એનો મને આનંદ છે

હથેળીની પાછળ આંખમાં આખો દરિયો છુપાવે છે 
બધું જ ભૂલી ખડખડાટ હસે છે એનો મને આનંદ છે

જીવનની દોડા-દોડમાં ઊંચા વ્યોમ સાથે વાતો કરે છે 
ને એકલા હાથે સંસારમાં જજુમે,એનો મને આનંદ છે

ખીણોરૂપી તકલીફોને નજરઅંદાજ કરી પર્વતએ જાય 
એવા તારા આત્મવિશ્વાસ ને સાહસિકતાનો મને આનંદ ...

તોફાનો તો રોજ આવે અને રોજ શમી જાય છે મિત્ર !
પણ ફાટેલા શઢએ ધૈર્યથી તું આગળ ને આગળ વધે છે ....

એનો મને આનંદ છે ...
.
~ચિરાગ આર .કોઠારીhdmavani


નઝરનો દોર ગયો ને ગઝલ ભુલાઈ ગઈ,
કશુંક રોકવા ગયો ને ગઝલ ભુલાઈ ગઈ,
સ્મરણમાં કંઈક કડીઓની સાથે રમતો'તો 
ઉઘાડી આંખ રહ્યો ને ગઝલ ભુલાઈ ગઈ.
આપ આવો એની તો કલ્પના કરવી જ રહી
કશોક રણકાર થયો ને ગઝલ ભુલાઈ ગઈ.
ન મારે કંઈ કામ હતું ને હતી નીરવતા સરસ
આ શેનો શોર થયો ને ગઝલ ભુલાઈ ગઈ.hdmavani


જંગ કરીને જગ જીતવામાં મઝા નથી,
પ્રેમ કરીને દિલ જીતવાની મઝા માણી જુઓ,
ઉચા શિખરો શર કરવામાં કાંઈ મઝા નથી,
ખુદને એક શિખર બનાવવાની મઝા માણી જુઓ,
સાત સમુદ્ર પાર કરવામાં કોઈ મઝા નથી,
મુસકેલી ની નાની તલાવડી પાર કરી જુઓ,
અમૃત સમા મિઠા વેણ માં કાંઈ મઝા નથી,
ઐષધ સમી કડવા ઝેર ની મઝા માણી જુઓ,
કૃત્રિમતા ના અજવાળા માં કોઈ મઝા નથી,
દિપકનાં મંદ અજવાળે રાત ગાળી જુઓ,
પથ્થર એટલા દેવ કરવામાં કાંઈ મઝા નથી,
માત પિતા ના ચરણો માં શિશ જુકાવી જુઓ.....URVESHJD


દિલ પૂછે છે મારું , અરે દોસ્ત તું ક્યાં જાય છે ? જરાક તો નજર નાખ સામે કબર દેખાય છે . ના વ્યવહાર સચવાય છે , ના તહેવાર સચવાય છે ; દિવાળી હોય કે હોળી બધુ ઓફિસ માં જ ઉજવાય છે . આ બધુ તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે ; લગ્નની મળે કંકોત્રી ત્યાં સીમંતમાં માંડ જવાય છે . દિલ પૂછે છે મારુ , અરે દોસ્ત તું ક્યાં જાય છે ? પાંચ આંકડા ના પગાર છે , પણ પોતાના માટે પાંચ મિનિટ પણ ક્યાં વપરાય છે . પત્નીનો ફૉન ૨ મિનીટ માં કાપીયે પણ કસ્ટમર નો કોલ ક્યાં કપાય છે . ફોનબુક ભરી છે મિત્રોથી પણ કોઈનાય ઘરે ક્યાં જવાય છે , હવે તો ઘરના પ્રસંગો પણ હાફ – ડેમાં ઉજવાય છે . દિલ પૂછે છે મારુ , અરે દોસ્ત તું ક્યાં જાય છે ? કોઈ ને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે ; થાકેલા છે બધા છતા , લોકો ચાલતા જ જાય છે . કોઈક ને સામે રૂપિયા તો કોઈક ને ડોલર દેખાય છે , તમેજ કહો મિત્રો શું આનેજ જિંદગી કહેવાય છે ? દિલ પૂછે છે મારુ , અરે દોસ્ત તું ક્યાં જાય છે ? બદલાતા આ પ્રવાહમા આપણા સંસ્કાર ધોવાય છે , આવનારી પેઢી પૂછશે સંસ્કૃતી કોને કહેવાય છે ? ઍક વાર તો દિલને સાંભળો , બાકી મનતો કાયમ મુંજાય છે . ચાલો જલ્દી નિર્ણય લૈયે.. મને હજુ સમય બાકી દેખાય છે . દિલ પૂછે છે મારુ , અરે દોસ્ત તું ક્યાં જાય છે ? જરાક તો નજર નાખ , સામે કબર દેખાય છે...

hdmavani


પરિચિત એવી મહેંક ક્યાંક થી આવે છે,
જાણે મારા ઘરની માટી મને બોલવે છે.

આ જિંદગી તો જૂની આદત જેવી લાગે છે,
આદતની જેમ રોજ થોડી ઘટતી લાગે છે.

કેટ કેટલું અને ક્યાં સુધી સહન કર્યું અમે,
પથ્થરો પર ક્યાં કદી કોઈ સળ દેખાય છે.

તમે હોવા છતાંય કેમ નથી હોતા,બસ 
એ વિચારે જ રાત આખી પસાર થાય છે.

છે અનુભવ જિંદગીના હર ક્ષણના" વિજય"નો 
રોજ નવા દાવ લઈને જિંદગી હરાવવા આવે છે,hdmavani


આખી રાત ચાંદ સુરજ માટે તરસતો લાગે છે..!!
વદ ને સુદ વચ્ચે તે હમેશા અટકાતો લાગે છે..!!

ખામોશ રાતમાં તારલાઓ સાથે,
એકલો એકલો એ ગભરાતો લાગે છે...!!

વાદળનો જ સહારો મળ્યો હતો એને,
છુપાવવા આડમાં એની વલખાતો લાગે છે..!!

આખી રાતના ઉજાગરા પછી મિલનની ઘડીએ,
સુરજથી ના જાણે કેમ એ શરમાતો લાગે છે..!!
-સર્જક

 hdmavani


‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત,
એટલી વાતને કહેવા માટે કેટલો વલોપાત.

‘કહ્યા પછી શું ?’ ની પાછળ
શંકા અને આશા,
શબ્દો વરાળ થઈને ઊડે
ભોંઠી પડે ભાષા.

દિવસ સફેદ પૂણી જેવો : પીંજાઈ જતી રાત,
’હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત.
પ્રેમમાં કોઈને પૂછવાનું શું :
આપમેળે સમજાય,
વસંત આવે ત્યારે કોયલ
કેમ રે મૂંગી થાય ?

આનંદની આ અડખેપડખે અવાક્ છે આઘાત,
‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત.

 

- સુરેશ દલાલhdmavani


કરવી છે આપણા પ્રેમની તારીફ હી તારીફ 
પણ શબ્દો ના મલે તો હુ શુ કરુ ? ?

બનાવી દઉં તને પ્રેમીઓ ના ભગવાન પણ 
એવો પત્થર ના મલે તો હુ શુ કરુ ? ?

પુજાવી દઉં તને પ્રેમ મંદિર માં પણ એવા 
પ્રેમ ભક્તો ના મલે તો હુ શુ કરુ ? ?

હોય છે કયા કોઈ પ્રેમીઓ ના પ્રેમ મંદિર 
કોઈ પ્રેમ ધર્મ ના પાળે તો હુ શુ કરુ ? ?

નથી નસીબ હોતા ઓઢવા ને કફન "
પ્રેમીઓ ને,ચાદર ઓઢાડે તો હુ શુ કરુ ? ?

રચાય છે સ્મારકોં શહીદી ના પ્રેમમાં 
શહીદના ના રચાય તો હુ શુ કરુ ? ?

રચે પત્નીની કબર પર મહેલ,કહે પ્રેમની 
નિશાની તાજમહલ તો હુ શુ કરુ ? ?hdmavani


આ મારી જીંદગી પણ હવે તારી લાગે છે 
તારી પરજ જાણે ગઈ ઓવારી લાગે છે 
માન્યું છે અસહ્ય વેદના તુજ થકી જ 
તારા સહકાર થી એ પીડા પણ હવે સારી લાગે છે 
દરેક શ્વાસે મહેક તારી સમાય છે મુજમાં 
થોડી ક્ષનો હવા એ પણ તારી છાતી માં ગુજારી લાગે છે 
તારા સ્વપ્નો અને ખયાલો માં જે ગુજરી 
એ બધી રાતો મને તારી લાગે છે hdmavani


દુનિયા સામે મિથ્યા હસતો ગયો,
ઓશીકા સહારે સદા રડતો રહ્યો.

ગુમનામ ચાદર ઓઢી છુપાઇ ગયો,
છતાં પણ કેમ એને હું નડતો રહ્યો ?

આંખોની ઉંડાઈ માપતા થાકી ગયો,
અંતહીન લાગણીઓમાં પડતો રહ્યો.

સત્યની રાહ ઉપર ચાલતો ગયો,
શૂળીએ નોકીલા ખીલાથી જડતો રહ્યો.

છોડી ચિંતા સૌ આગેકૂચ કરતો ગયો,
દરેક પગલે ખુદનો મારગ ઘડતો રહ્યો.hdmavani


પણ નથી બહાર પણ નીકળવું,
કહેવું ઘણું છે એને પણ એક શબ્દ પણ નથી બોલવું,

કહેવું પણ છે અને નથી પણ કહેવું

એને જોવી છે કલાકો સુધી રાહ મારી,
નથી એક ક્ષણ પણ ચૂકવી મારી,

કહેવું પણ છે અને નથી પણ કહેવું

સમજણ એટલી છે એકબીજાંનાં પ્રેમને,
નથી એમાં ક્યાય જગ્યા મનમેખને,

કહેવું પણ છે અને નથી પણ કહેવું

સ્વીકારવું છે ઘણું એમની પાસે,
પણ નથી બોલવું એની સાથે.

કહેવું પણ છે અને નથી પણ કહેવું.hdmavani


મને તો બસ તારી જ રાહ છે ...
તને ભલે મારો ઇન્તઝાર હોય કે ના હોય .. !!!
મને તો બસ તારી જ ચાહ છે .....
તને ભલે મારા માં દિલચસ્પી હોય ના હોય ... !!
મને તો બસ તારી જ આહ છે ...
દુઆ માં ભલે હું તારી હોઉં ના હોઉં ... !!!
હું તો બસ તારી જ વાહ ચાહું ...
તરક્કી માં તારી ભલે શામિલ હોઉં ના હોઉં .. !!
મારી કવિતાઓ તો બસ તારા જ માટે ...
ગઝલો માં ભલે તારી હું હોઉં ના હોઉં hdmavani


 મળે તો કંઇ નહી , તે છે તેની મરજી,
યાદ તો કરીશું જ , એ છે અમારી મરજી,
ન જુએ સામે તે છે તેની મરજી,
સામે રહીશું અમે અમારી મરજી,
બોલે નહી અમ સાથે તેની મરજી,
પ્રેમબોલ તો બોલીશું અમારી મરજી,
જીવે તે અમ વગર તેની મરજી,
જીવાડીશુ અમ હ્રદયમા અમારી મરજી