KAVITA POEM


devani.umesh


किसी शायरने मौत को क्या खुब कहा है;
.
. .. जिंदगी मे २ मिनट कोई मेरे पास ना बैठा.. , आज सब मेरे पास बैठे जा रहे थे.. .
.
. .. कोई तोहफा ना मिला आज तक.. , और आज फूल-ही-फूल दिये जा रहे थे.. .
.
. .. तरस गये थे हम किसी एक हाथ के लिये.. , और आज कंधे पे कंधे दिये जा रहे थे.. .
.
. .. दो कदम साथ चलने को तैयार न था कोई.. , और आज काफिला बन साथ चले जा रहे थे.. .
.
. .. आज पता चला मुझे कि "मौत" कितनी हसीन होती है.. . कम्बख्त. . . हम तो युही 'जिंदगी' जिये जा रहे थे.. . .............

🙏🏻😋



devani.umesh


એને પેલ્લેથી ફાવે છે દેશી
ઉડતા વિમાનમાં એ માગે છે રોટલો ને ચાવે ખારેકની પેશી

મેં કીધું ‘સુંટણી’ નહીં ‘ચૂંટણી’ કહેવાય

તો કે હમજ્યા ભાઈ હમજ્યા ઈ વાતને
દુનિયામાં કોઇ એવો રંગારો મળશે ?
જે રંગી દે કાગડાની નાતને ?
આ સોરે (ચોરે) બેહીને પેલા ખેંસતા’તા બીડીયું
આંઈ હવે ખુરશીયું ખેંશી…

એલા એક તો ઈ માંડ માંડ મંત્રી બન્યા ને પાછા માગે મલાઈદાર ખાતા
ભૂલી ગ્યા ઢેફામાં રખડી ખાતા’તા, ને હમ ખાવા દહ દિએ ન્હાતા…

મેં કીધું કે સત્તાની વહેંચણી કરાય

તો કે આખી ગુજરાત તને વેશી.
એને પેલ્લેથી ફાવે છે દેશી….

એલા છાશવારે શેના સૌ રાડ્યું પાડે છે આ નરબદા બંધ (નર્મદા બંધ) નથી થાતી ?
મેં કીધું કે સાહેબ જરા ધીમેથી બોલો લાગે છે વાત આ બફાતી
નરબદા ડોશીની ડેલીની વાત છે ને ? એલા મારી દેવાની એક ઠેશી..

આપણા જ ખેલાડી ખેંચે છે ટાંટિયા તો કેમ કરી થાહે આ ગોલ ?
મેં કીધું કે સાહેબ તમે છોડી દ્યો સત્તા તો આખોયે પ્રોબ્લેમ સોલ
તો કે કેમ કરી છોડું આ ખુરશી લગ પોંચવામાં વરહ લાગ્યા છે મને એંશી
એને પેલ્લેથી ફાવે છે દેશી….

– કૃષ્ણ દવે



devani.umesh


લીમડાને આવી ગ્યો તાવ,
લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

ટી-શર્ટ ને જીન્સવાળી માંજરી બિલાડી ક્યે આપણને દૂધ નહીં ફાવે !
પીત્ઝા ને બર્ગરની આખ્ખી આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે ?

વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા એ પીણાને પીવો ને પાવ.
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

અપ ટુ ડેટ કાગડા ને કાગડીયું માઈકમાં મંડીપડ્યા છે કાંઈ ગાવા !
કંઈ પણ ભીંજાય નહી એવા ખાબોચીયામાં નીકળી પડ્યા છો તમે ન્હાવા ?

કૂંપળના ગીત લીલા પડતા મૂકીને ગાવ રીમિક્સના ગાણાઓ ગાવ.
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

કાન એ કંઈ થૂંકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કંઈ કોઈનો ઉકરડો,
આપણા આ ચહેરા પર બીજાના નખ્ખ શેના મારીને જાય છે ઉઝરડો ?

માંદા પડવાનું પોસાય કદિ કોઈને’ય સાંભળ્યા છે ડૉક્ટરના ભાવ ?

લીમડાને આવી ગ્યો તાવ
લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

– કૃષ્ણ દવે



hdmavani


માનવના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો
માનવના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો
જે કાંઈ બની ગયો એ બરાબર બની ગયો. માનવના થઈ શક્યો તો…

એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યા
મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો. માનવના થઈ શક્યો તો….

વર્ષો પછી મળ્યા તો નયન ભીના થઈ ગયા
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો. માનવના થઈ શક્યો તો….

એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યા
મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો. માનવના થઈ શક્યો તો….

છે આજ મારા હાથમાં મહેંન્દી ભરેલા હાથ
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો. માનવના થઈ શક્યો તો…

આદિલના શેર સાંભળી આશ્ચર્ય થઈ ગયું
ગઈ કાલનો આ છોકરો શાયર બની ગયો. માનવના થઈ શક્યો તો….

— આદિલ મન્સુરી



URVESHJD


કશેક અટકું છું.... 
તો ઈશારો આપે છે કોઈ,
કશેક ભટકું છું.... 
તો સાથ આપે છે કોઈ.
ઈચ્છાઓ... 
એક પછી એક, 
વધતી રહે છે.
દર વખતે ....
ઠોકરખાધા પછી, 
હાથ આપે છે કોઈ.
આભને આંબવા... 
હાથ ઉઠાવું છું ક્યારેક,
તો આભને.... 
નીચું કરી આપે છે કોઈ.,
હે ઈશ્વર...
તું જે આપી શકે છે ,
ક્યાં આપી શકે છે કોઈ ?



hdmavani


માનવી જે લાગતો બ્હેરો હતો ,
પીટનારો એજ ઢંઢેરો હતો .

હોય ના સમૃધ્ધ શાને એ નગર ?
માનવીના શ્વાસ પર વેરો હતો .

ડૂબતાને હું બચાવી લેત પણ ,
હાથ માં અફસોસ કેમેરો હતો .

આ ખજાનો એટલે ખાલી થયો,
ખર્ચ માં ભારે પડ્યો પહેરો હતો.

હાથ જોડી ત્યાં બધા બેસી ગયા,
જ્યાં ધુતારા સાધુનો ડેરો હતો.

મોત સમયે એવું ના લાગે પછી ,
આ જનમ ફોગટ ગયો ફેરો હતો .

ના પરત આવ્યો હું મારા રંગમાં
તેં કરેલો રંગ પણ ઘેરો હતો .



hdmavani


विदाय वेळानो "महिमा" लखु छु तारो ने मारो
पछी आवुं एकांत फरीवार मळे के ना मळे

छेल्ली दिवसनी सवार छे तारी ने मारी
पछी सवार साथे खिले के ना खिले

छेल्ली नज़र छे तारी ने मारी
पछी आवी नज़र फरीवार मळे के ना मळे

छेल्ला संवाद छे तारा ने मारा
पछी आवा वण बोल्या शब्दों मळे के ना मळे

छेल्ली वार हाथ मळ्या छे तारा ने मारा
पछी आ हाथने कोइनो हाथ मळे के ना मळे

छेल्ली वार रहृय मळ्या छे तारा ने मारा
पछी कोई रहृय आ रहृयने मळे के ना मळे

छेल्ला श्वासो छे तारा ने मारा
पछी श्वास साथे लेवा मळे के ना मळे

छेल्ली वार आंखने आंखमां परोवी जोई ले
पछी आंखमां आंसू जोवा मळे के ना मळे

छेल्ली मुलाकात छे तारी ने मारी
पछी तन आपणा मळे के ना मळे



hdmavani


બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો
માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો
ક્યાં એ અવાજ સાંભળી પડઘાય છે જરા
માણસ ખુદાથી પણ વધુ બહેરો છે દોસ્તો
એકાંત છેક તળિયે મળે તો મળી શકે
ડૂબી જવાય એટલી લહેરો છે દોસ્તો



1Shayari


નથી ઈચ્છતો હું ચાંદ કે ,
નથી ઈચ્છતો હું સિતારો ,
નથી ઈચ્છતો હું દરિયો કે ,
નથી ઈચ્છતો હું કિનારો,
કેમ કે પ્રથમ પ્રેમ છે આ મારો એટલે નથી ઈચ્છતો હું ઇનકાર તમારો.

ગમી છે આપની ગાઢ મૈત્રી ,ને ગમશે સદા,
પણ દિલમાં અમારા પ્રેમ છે, એટલે જરા ઇજહાર સારો
ને કેહવાય છે કે નસીબદાર ને જ એનો પ્રેમ મળે છે
તો મળે જો પ્રેમ તો એને પ્રેમથી આવકારો,
કેમ કે પ્રથમ પ્રેમ છે આ મારો .

આંખો જૂએ છે અમારી, રોજ દુનિયાના હસીન ચેહરાઓ
પણ આ દિલમાં વસ્યો છે ,બસ અનોખો ચેહરો તમારો,
તમે’ હા ‘ કહેશો તો એ એક ચમત્કાર હશે ,
ને એનાથી ‘આકાશ’ કેટલો ખુશ જરા એ તો વિચારો,
કેમ કે પ્રથમ પ્રેમ છે આ મારો .

ચાહું છું હું તમને, ને ચાહતો રહીશ સદા તમને
બસ , એકવાર આ હકીકત તો સ્વીકારો
તમારા સિવાય ,ચાહના નથી મને એકેય ‘જન્નત’ ની
પછી ભલે ને મળે મને’ જન્નત’ હજારો,
કેમ કે પ્રથમ પ્રેમ છે આ મારો .
આશા છે એક ‘હા’ ની તમારી પાસેથી
એટલે આપજો આપનો પ્રતિભાવ જરા સારો
બાકી ‘ના’ કહેશો એનો વાંધો નહિ હોય મને
શું કર્યો છે મેં ક્યારેય વિરોધ તમારો ?
કેમ કે પ્રથમ પ્રેમ છે આ મારો.

અંતે સાચું કહું છું
નથી ઈચ્છતો હું દુનિયાની બીજી કોઈ પણ ખુશી
હું તો ઇચ્છુ છું, બસ સહારો તમારો
જિંદગી આખી, પૂરી થઇ જશે આનંદથી મારી
જો હશે જિંદગી માં સદાય સાથ તમારો, સંગાથ તમારો
શું મળશે અમને જીવનમાં સાથ તમારો
મેહરબાની કરીને જરા જવાબ આપજો ?



hdmavani


હું પણ રિસાયો,
તું પણ રિસાઈશ…
તો મનાવશે કોણ??

આજે તિરાડ છે, 
કાલે ખાઈ થશે…
એને ભરશે કોણ??

હું પણ ચુપ અને
તું પણ ચુપ…
તો બોલશે કોણ???

દરેક નાની નાની વાત પર
ખોટું લગાડશું…તો
સંબંધ નિભાવશે કોણ???

દૂર થઇને તું પણ દુઃખી
અને હું પણ દુઃખી…
તો પહેલો હાથ વધારશે કોણ???

તું પણ રાજી નથી કે
હું પણ નથી…
તો માફ કરીને
આગળ વધશે કોણ???

એક અહમ મારામાં,
એક અહમ તારામાં…
આ અહમને હરાવશે કોણ???

જીવન મળ્યું છે સદા માટે…
એક પળ માટે એકલા રહેશે કોણ???

કોઈક દિવસ આપણામાંથી
એકની આંખો બંધ થઈ જશે…
પછી પસ્તાવો કરશે કોણ???©



devani.umesh


એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.
ચોખા ને મગના બે દાણા હતા ને? હવે ચાંચમાંથી એ પણ છીનવાઈ ગયા છે.

કોમ્પ્યુટર, મોબાઈલ, ટીવી, છે સોંઘા પણ એની રંધાય નહીં ખીચડી
ચકી ને ચકાના જીવન પર ત્રાટકી છે મોંઘવારી નામે એક વીજળી,
ફાઈવસ્ટાર મોલના ફાલેલા જંગલમાં નાનકડા સપના ખોવાઈ ગયા છે,
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.

મીનરલ વૉટરથી તો સસ્તા છે આંસૂ, ને મીઠી પણ લાગશે રસોઈ,
ખાંડ માટે ટળવળતી કીડીની પાસે જઈ આટલું તો સમજાવો કોઈ,
લાગે છે શેરડીના આખ્ખાયે વાઢને લુચ્ચા શિયાળીયા ખાઈ ગયા છે.
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.

ચકી ને ચકો ક્યે જુઓ સાહેબ હવે બોલાતું કેમ નથી, ચીં ચીં?
એવું તે શું છે આ કંઠમાં તે લાગે છે મારે છે ડંખ જેમ વીંછી,
એક્સરેમાં જોઈ અને ડૉક્ટર બોલ્યા કે ઘણા ડૂમા ગળામાં અટવાઈ ગયા છે.
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.

– કૃષ્ણ દવે



devani.umesh


ये वही मैं हूं जिसे कभी बेपनाह चाहा था तुमने
पर क्या तुम वही तुम हो जिसे कभी खुद से ज्यादा जाना था मैने ॥
ये वही मैं हूं जिसकी आंखों में ख्वाब बसाए थे तुमने
पर क्या तुम वही तुम हो जिसकी नजरें देखा करती थी छुप कर मुझे ॥
ये वही मैं हूं जिसे वजूद मिला तेरी परछाई से
पर क्या तुम वही तुम हो जिसने साथ ना छोड़ने की कसम खाई थी॥
ये वही मै हूं जिसके आंसुओं की जगह तेरे प्यार ने ली थी, पर क्या तुम वही तुम हो जिसने आज फिर मुझे रुलाया है।
ये वही मैं हूं जिसे आज भी तेरा इन्तजार है
ये वही मै हूं जिसे आज भी तुझसे बेपनाह प्यार है
पर वो तुम कहां हो जिस पर मुझे रब से ज्यादा एतबार है॥


***प्रियामन***



hdmavani


દિલ પણ તારું
મરજી પણ તારી
પણ એક વાત કહું ....
તને મઝા પડશે👌

એક સોમવારે
કામ કાજ માંડી વાળી ને
બેફામ રખડ....
સાચ્ચું કહું મઝા પડશે 👌

બધા રચ્યા પચ્યા હશે કામ માં
તને કોઈ નહિ નડશે ....
સાચું કહું મઝા પડશે👌

મોબાઇલ બાજુએ મૂકી ને
હરજે ફરજે
બહુ ફરક પડશે ....
સાચું કહું મઝા પડશે 👌

ખુલ્લી હથેલીયો પર
વરસાદી પોરાં ઝીલજે
હૈય્યે ઠંડક પડશે ....
સાચું કહું મઝા પડશે 👌

નીરખજે શેરીઓ ને ખુલ્લી નજરો થી
તને બાળપણ જડશે .....
સાચું કહું મઝા પડશે 👌

પેહલાં પણ જીવતા હતા
એવું વર્ષો પછી ખબર પડશે ....
સાચું કહું મઝા પડશે 👌

બહુ બહુ તો શું થશે
એક રજા પડશે
પણ સાચું કહું
મઝા પડશે ........



hdmavani


ઘર સળગે તો વીમો લેવાય , 
સપના સળગે તો શું કરવું ?

આભ વરસે તો છત્રી લેવાય , 
આંખો વરસે તો શું કરવું ?

સિંહ ગરજે તો ભાગી જવાય , 
અહંકાર ગરજે તો શું કરવું ?

કાંટો ખટકે તો કાઢી લેવાય ,
કોઈ વાત ખટકે તો શું કરવું ?

પીડા છલકે તો ગોળી લેવાય ,
વેદના છલકે તો શું કરવું ?



hdmavani


વરસાદ પડે ને તારી યાદ આવે . ભજીયા ખાવા ગેસ ચાલુ કરું ને તારી યાદ આવે .

તું ગયી છે પિયેર તકલીફ પડે ને તારી યાદ આવે.કઈક ખાવા નું મન થાય ને તારી યાદ આવે.

જેવી રીતે ચુંટણી આવે ને નેતા ઓ ને પબ્લિક યાદ આવે . તેમ મને ગરજ પડે ને તું યાદ આવે.

કારણ કે , બંદા ને બનાવતા આવડતું નથી કસું . જેમ નેતા બનાવે પબ્લિક ને ,તેમ બનાવું તને,

બાકી જરૂર નથી મને કે નેતા ને તારી કે પબ્લિક ની . અમને તો ગરજ પડે એટલે બહુ પ્રેમ આવે.

વરસાદ પડે ને તારી યાદ આવે .



hdmavani


એક નામ યાદ આવે, એક ગામ યાદ આવે
એ યાર, એ મહોબત, એ શામ યાદ આવે.

એ હોઠ, એ તડપ, એ ખુમાર, એ જવાની
એક રાત યાદ આવે, એક જામ યાદ આવે.

આવે છે યાદ એની બસ એટલું હું જાણું
પૂછો નહી કે ક્યારે?, શું કામ યાદ આવે?

બે દિલને જ્યારે મળતા હું જોઉં છું કદી તો,
મુજને મારા પ્રણયનો અંજામ યાદ આવે.

ભૂલી જવાય માણસ આખેઆખો પરંતુ
માણસની બાદ માણસનું કામ યાદ આવે.

હું ભુલવા મથું છું દિવસ ને રાત જેને
એજ ચહેરો બેફામ યાદ આવે.



1Shayari


તમે છો ના કહો ખરેખર વાત જુદી છે,
તમારા હોઠ પર કંઈ ને હૃદયમાં વાત જુદી છે.
શરમના શેરડા આ ગાલ પરના સ્ફોટ પાડે છે,
વીતેલી સૌ મુલાકાતોથી મુલાકાત જુદી છે.
ફૂટેલી લાલ ટશરો કહે છે ઇશારાથી,
હતો ઉજાગરો મીઠો વીતેલી રાત જુદી છે.
તમારા ભાલ પર આ ચાંદલો કંકુનો રેલાયો,
ભીંજી પ્રસ્વેદથી કાયા,પ્રણયની ભાત જુદી છે.
છુટેલા કેશની લટ પર હજુ છે સ્પર્શના સ્પંદન,
હતું જે ફૂલ બાલોમાં ખર્યાની વાત જુદી છે.
તમારા અંગ અંગથી જુઓને થાક નીતરે છે,
હતી ગઈ કાલ જુદી આજની હાલાત જુદી છે…….